મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં વિપ્ર યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં વિપ્ર યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપી જેલ હવાલે

મોરબીમાં સરદાર રોડ ઉપર શેરીમાં છરીના ઘા ઝીકીને વિપ્ર યુવાનની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને તે આરોપીઓના રિમાન્ડ પૂરા થાત તેને કોર્ટમાં રજૂ કરીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ (૩૨) નામના યુવાનને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી મૃતક યુવાનની માતા ચંદ્રિકાબેન જગદીશભાઇ ભટ્ટ (૭૦)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (૪૦), મહિપતસિંહ બનેસિંહ વાઘેલા (૨૨) અને જીગરસિન્હ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલા (૨૦) રહે. ત્રણેય હાલમાં યદુનંદન પાર્ક મોરબી મૂળ રહે વસઇ પાટણ વાળાની ધરપકડ કરેલ હતી અને આ ત્રણેય આરોપીઓ રિમાન્ડ ઉપર હતા ત્યારે પોલીસે તેની પાસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું અને હત્યાના ગુનામાં ઉપયોગમા લેવામાં આવેલ છરી, બાઇક તેમજ અર્ટિંગને કબજે લીધેલ હતા અને આ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેને જેલ હવાલે કરેલ છે




Latest News