મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ નજીક દંપતીનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









હળવદ નજીક દંપતીનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ કાર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા દિનેશભાઈ જીલુભાઈ ચારોલા (૨૪)એ હાલમાં ક્રેટા ગાડી નંબર જીજે ૧૨ ડીએસ ૨૨૭૭ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસેથી તેઓના પિતા જીલુભાઈ ચારોલા બાઈક નંબર જીજે ૧૩ કયું ૭૪૧૩ લઈને રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકમાં ફરિયાદીના માતા તેજુબેન ચારોલા પણ બેઠેલા હતા દરમિયાન આ ડબલ સવારી બાઇકને ક્રેટા કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું તેમજ તેની માતાને પણ શરીરે અને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં મૃતકના દીકરા દિનેશભાઈ ચારોલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ક્રેટા ગાડીના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News