મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ ગામ પાસેથી ૮૦૦૦ લિટર આથો-૧૫૦૦ લિટર દેશી દારૂ ઝડપાયો: ત્રણ બુટલેગરની શોધખોળ


SHARE









હળવદના સુંદરગઢ ગામ પાસેથી ૮૦૦૦ લિટર આથો-૧૫૦૦ લિટર દેશી દારૂ ઝડપાયો: ત્રણ બુટલેગરની શોધખોળ

હળવદના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦૦ લિટર આથો તેમજ ૧૫૦૦ લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કુલ મળીને ત્રણ શખ્સોની સામે હળવદ પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૫૦૦૦ લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગેસના ૮ બાટલા સહિત કુલ મળીને ૩૮૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે જોકે, આ દેશી દારૂની ભઠ્ઠી સુનિલભાઈ રમેશભાઈ ચરમારી રહે સુંદરગઢ ગામ વાળાની હોવાનું સામે આવ્યું છે જેથી કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે શરૂ કરી છે જયારે બીજી રેડ હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે ખરાબાની જગ્યામાં કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦૦ લિટર આથો તથા ૫૦૦ લીટર તૈયાર દેશી દારૂ અને ગેસના ત્રણ બાટલા સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે ૧૯૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી ગણેશ બચુભાઈ ચરમારી અને બળદેવ બાબુભાઈ ઝિંઝવાડીયા રહે, બંને સુંદરગઢ વાળાની હોવાનું સામે આવતા તે બંને શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News