મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામે પતિના આડા સંબંધ-સાસરિયાના ત્રાસથી કંટાળી પરણીતાએ પિયરમાં આયખું ટુકાવવાના બનાવમાં ગુનો નોંધાયો: બેની ધરપરડ


SHARE









હળવદના મિયાણી ગામે પતિના આડા સંબંધ-સાસરિયાના ત્રાસથી કંટાળી પરણીતાએ પિયરમાં આયખું ટુકાવવાના બનાવમાં ગુનો નોંધાયો: બેની ધરપરડ

હળવદ તાલુકાના મિયાણી ગામે પરણીતાએ પિયરમાં ઝેરી દવા પીને આપઘાત કરી દીધો હતો ત્યારબાદ મૃતક મહિલાની માતા દ્વારા તેના જમાઈ, વેવાઈ તથા વેવાણ આમ ત્રણ ની સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં મૃતક મહિલાના પતિ અને સસરાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા પિયરમાં આવેલ કલ્પેશભાઈ ત્રિભુવનભાઈ સુરેલાના પત્ની કાજલબેન કલ્પેશભાઈ સુરેલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવવામાં મૃતક મહિલાની માતા રાજુબેન જાદવજીભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી ૫૦ રહે મિયાણી ગામ વાળાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ કલ્પેશભાઈ ત્રિભોવનભાઈ સુરેલા, વેવાઈ ત્રિભુવનભાઈ ઠાકરશીભાઈ સુરેલા અને વેવાણ રમીલાબેન ત્રિભુવનભાઈ સુરેલા રહે બધા નવા માલણીયાદ વાળાની સામે દીકરીને મરવા મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની દીકરીના સાસુ અને સસરા તેને ઘરકામ બાબતે મેણા ટોંણા મારતા હતા અને તેના પતિ કલ્પેશને ચડામણી કરતા હતા જેથી કરીને તે ફરિયાદીની દીકરીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો તેમજ મૃતક મહિલાના પતિને કોઈ સાથે આડા સંબંધ હોય તે તેની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો બોલી મારકુટ કરતો હતો તે પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે હાલમાં મૃતક મહિલાના પતિ કલ્પેશભાઈ ત્રિભુવનભાઈ સુરેલા અને સસરા ત્રિભુવનભાઈ સુરેલાની ધરપકડ કરેલ છે.




Latest News