મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના દેવીપુરમાં મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન દેવા પિતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું


SHARE









હળવદના દેવીપુરમાં મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન દેવા પિતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતી સગીરાને ધો. ૧૦ પાસ કરીને ૧૧ માં આવેલ સગીરાને તેના પિતાએ તેને મોબાઈલ આપવાની ના પાડી હતી અને ભણવામાં ધ્યાન આપવા માટે કહ્યું હતું જેથી કરીને તે સગીરાને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતાને ખેતી કામ કરતા મહેશભાઈ કરસનભાઈ તારબુંદીયા જાતે દલવાડી (૪૦) ની ૧૬ વર્ષની દીકરી માધવીબેન તારબુંદીયા જાતે દલવાડીએ પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મહેશભાઈ તારબુંદીયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક સગીરા માધવીબેનને ધોરણ ૧૦ માં ૫૭ ટકા મળેલા હોય ધો. ૧૧ માં આવી હતી અને તેને મોબાઈલનો વધુ પડતો રસ હતો જેથી તેના પિતાએ મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવતા સગીરાએ પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં પોલીસે આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News