મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના વર્તમાન અધિકારીએ જે કામ માસિક ૧૫ લાખમાં સેટ કર્યું તેના અગાઉ ૫૩ લાખ ચૂકવાતા !: કારીગીરી કોની ?


SHARE













મોરબી પાલિકાના વર્તમાન અધિકારીએ જે કામ માસિક ૧૫ લાખમાં સેટ કર્યું તેના અગાઉ ૫૩ લાખ ચૂકવાતા !: કારીગીરી કોની ?

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે જોકે મોરબી નગરપાલિકાની વાત કરીએ તો પાલિકામાં ભાજપની બોડી સતા ઉપર હતી ત્યારે પાલિકાએ ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ઓપન સ્પોર્ટ ઉપરથી કચરા ઉપાડવા માટે જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેના દર મહિનાના અંદાજે ૫૩ લાખનું બિલ બનતું હતી જો કે, બે મહિનાથી પાલિકાને સુપરસિડ કરવામાં આવી છે ત્યાર બાદ કોન્ટ્રાક્ટ રદ કરીને પાલિકા વાહન અને માણસો રાખીને કામ કરી રહી છે ત્યારે શહેરમાંથી કચરા નિકાલનું કામ માત્ર ૧૫ લાખમાં થઈ રહ્યું છે ત્યારે અગાઉ શહેરમાંથી કચરો સાફ થતો હતો કે પછી પાલિકાની તિજોરીમાંથી કચરાના નામે રૂપિયા સાફ કરવામાં આવતા હતા તે કરિગીરી અધિકારીની હતી કે ભાજપની તે તપાસનો વિષય છે

છેલ્લી ચૂંટણીમાં મોરબી નગરપાલિકાની તમામ બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયા હતા ત્યાર બાદ શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ઓપન સ્પોર્ટ ઉપરથી કચરા ઉપાડવા માટે દરબાર વેસ્ટ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં મોરબી શહેરની ૭૬૦૦૦ જેટલી પ્રોપર્ટીના પ્રતિ મિલકતે મહિનાના ૩૮ રૂપિયા આપવાનો તે હિસાબે કામ આપવામાં આવ્યું હતું તેમજ ઓપન સ્પોર્ટ ઉપરથી જે કચરો ઉપાડવા માટે ૨૫ સ્થળના ૧૫ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા આમ કુલ મળીને મોરબીમાંથી કચરો કાઢવા માટે પાલિકા દ્વારા દર મહિને સરેરાશ ૫૩ લાખનું બિલ આપવામાં આવતું હતુ જો કે, ગત એપ્રિલ માહિનામાં મોરબી પાલિકાના સરકાર દ્વારા ઝૂલતા પુલ ઘટનાની બેદરકારીને ધ્યાને લઈને સુપરસિડ કરેલ છે ત્યારથી મોરબી પાલિકામાં વહીવટદાર મૂકી દેવામાં આવેલ છે અને ત્યાર બાદ ડેપ્યુટી કલેક્ટરને પાલિકાના ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે અને હાલમાં કોઈ કોન્ટ્રાકટર વગર સફાઈનું કામ કરવામાં આવે છે તો પણ પાલિકામાં મહિના લાખો રૂપિયાની બચત થાય છે


મોરબી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારથી કોન્ટ્રાક્ટર દ્વારા તેના ૧૨  ટ્રેક્ટર, ૨ લોડર મશીન, ૧૫ છોટાહાથી અને ૧૦ મેટાડોરને આમ કુલ મળીને ૩૯ વાહનોને કામે લગાડીને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કચરાનો નિકાલ કરવામાં આવતો હતો અને તેના બદલામાં તેને ભાજપ શાસિત પાલિકામાંથી દર મહિને અંદાજે ૫૩ લાખનું ચુકવણું કરવામાં આવતું હતું અને છેલ્લે તો અંદાજે ત્રણેક કરોડનું બિલ બાકી હોવાથી કોન્ટ્રાકટર દ્વારા તેનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પાલિકામાં ઓછા ખર્ચે સારું કામ થાય તેના માટેની વ્યવસ્થા ગોઠવા માટે અધિકારીને કહ્યું હતુ જેથી કરીને હાલમાં પાલિકા દ્વારા જાતે જ કચરા નિકાલ માટેની વ્યવષ્ઠા ગોઠવવામાં આવી છે

અગાઉ કોન્ટ્રાક્ટરે મોરબી શહેરમાંથી કચરો ઉપાડવાનો બંધ કર્યો હતો ત્યારે જુદાજુદા વિસ્તારમાં કચરાના ઢગલા થઈ ગયા હતા જોકે પાલિકા દ્વારા હાલમાં રોજનું એક ટ્રેક્ટરનું ૨૯૦૦ રૂપિયા ભાડું તેવા ભાડાના ૭ ટ્રેક્ટર, રોજનું એક દિવસનું ૮૦૦ રૂપિયા ભાડું તેનું એક લોડર તેમજ પાલિકાના ૬ ટ્રેક્ટર, ૬ અશોક લેલન અને ત્રણ છોટા હાથી આમ કુલ મળીને ૨૩ વાહનોને કચરાના નિકાલ માટે કામે લગાડવામાં આવેલ છે તેના ભાડે ૨૬૭૦૦ ભાડાના, પાલિકાના વાહનોમાં અંદાજે ૧૫૦૦૦ નું ડીઝલ, એક દિવસનો ૧૧ ડ્રાઈવરનો પગાર ૪૨૭૯ અને ૧૧ ક્લીનરનો એક દિવસનો પગાર ૪૨૦૦ આમ કુલ મળીને દૈનિક સરેરાશ ૫૦૦૦૦ એટ્લે કે મહિને હાલમાં ૧૫ લાખ રૂપિયાના ખર્ચમાં મોરબી શહેરમાંથી ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ઓપન સ્પોર્ટ ઉપરથી કચરા ઉપાડવા માટેના કામની વ્યવસ્થા ગોઠવાઈ ગયેલ છે ત્યારે અગાઉ આ જ કામ માટેના ૫૩ લાખ રૂપિયા સુધીના જે બિલ ચૂકવાયેલ છે તેનું શું ? તે તપાસનો વિષય છે

અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી પાલિકા દ્વારા કચરાના નિકલા માટેની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે જો કે, મોરબીના કોઈ વિસ્તારમાંથી મેજર કહી શકાય તેવી ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ઓપન સ્પોર્ટ ઉપરથી કચરા ઉપાડવા માટેની ફરિયાદ હજુ સુધી પાલિકાને મળેલ નથી તેવું પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જો મોરબી નગરપાલિકામાં ભાજપના શાસન કાળ દરમ્યાન જેટલા પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો તેમાંથી હજૂ પણ કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે કેમ કે, પાલિકા માત્ર કચરાના કામમાં કરકસર કરીને જો પ્રજાના ટેકસના અને સરકારના ૩૦ લાખથી વધુ બચાવી શકે તો બીજા કામમાં પણ લાખો અને કરોડોની બચત થઈ શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News