મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ માટે મહાકેમ્પનું આયોજન


SHARE









મોરબી : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ માટે મહાકેમ્પનું આયોજન

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ પ્રશાંતભાઇ મહેતા અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીએ યાદીમાં જણાવે છેકે આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે.મોરબી તથા આસપાસના વિસ્તારોમાં વસતા ભૂદેવોને જણાવવામાં આવેલ છેકે તા.૨૫-૦૬ થી તા.૨૦-૦૭ સુધીમાં સુચવેલ સ્થળે પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

વધુમાં જણાવવામાં આવેલ છેકે ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યકતિનું નામ, બે અલગ અલગ મોબાઈલ નંબરો તથા સરનામું ફરજિયાત લખવાનું રહેશે. ડોક્યુમેન્ટમાં તાજેતરનો મામલતદારનો આવકનો દાખલો (૪ લાખથી ઓછી આવક), રેશન કાર્ડ, રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ વ્યક્તિના આધારકાર્ડ આપવાના રહેશે.ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે સાર્થક વિદ્યામંદિર, કેસર બાગ પાસે,મોરબી-૨ (સમય સાંજે ૪ થી ૬ કલાક મો.૭૦૧૬૩ ૬૩૩૫૦), લાભ અસોસીએટ્સ, ઓમ શોપિંગ સેન્ટર રવાપર મેઈન રોડ (સમય સાંજે ૪ થી ૬ કલાકે મો.૯૪૨૯૪ ૮૪૪૪૦), સિટી વિઝન ઓફીસ, એચડીએફસી બેંક વાળી શેરીમાં, રવાપર રોડ (સમય સાંજે ૪ થી ૬ કલાકે, મો. ૯૮૨૪૨ ૫૩૦૩૭) અથવા ત્રિલોકધામ મંદિર, નવલખી રોડ (સમય સાંજે ૪ થી ૬ કલાક મો.૯૭૨૭૭ ૧૬૧૭૭) ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.કેમ્પની તારીખ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી જણાવવામાં આવશે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News