જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત  હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી મોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને એમઆરસી કમિટીમાં ભાવ નક્કી થયા બાદ વીજપોલ-કોરિડોર સામે વળતરમાં તોતિંગ વધારો મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્નીને સાસરિયાંએ ન મોકલતા અંતિમ પગલું ભર્યું


SHARE





મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્નીને સાસરિયાંએ ન મોકલતા અંતિમ પગલું ભર્યું

મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ ભૂમિ ટાવર પાસેના ઓમ શાંતિ પાર્કમાં રહેતા અને દસ્તાવેજનું કામ કરતા યુવને પ્રેમલગ્ન કર્યા હતા અને તેની પત્નીને સાસરિયાં મોકલતા ન હતા જેથી કરીને યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે અને પોલીસે મૃતક યુવાનની સ્યૂસાઇડ નોટ પણ કબજે કરી હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભૂમિ ટાવર પાસેના ઓમ શાંતિ પાર્કમાં રહેતા રાહુલભાઈ કિશોરભાઈ સોલંકી (૨૭) નામના યુવને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જેથી કરીને તેની ડેડબોડીને સિવિલે ખસેડીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મૃતક રાહુલ પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેને લખ્યું છે કે, તે દસ્તાવેજનું કામ કરતો હતો અને તેને અગાઉ તેનાથી અલગ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. અને પછી તે યુવતી સાથે કોર્ટમાં લવમેરેજ કરી લીધા હતા. જો કે, યુવાન તે યુવતીને તેના ઘરે મૂકી આવ્યો હતો અને યુવકને એમ હતું કે, યુવતીના કાયદેસર લગ્ન કર્યા હોય હવે તેના પરિવારજનો બીજે લગ્ન નહિ કરે અને સમય જતાં બધું ભુલાઈ જશે અને યુવતીને પોતાના ઘરે મોકલી દેશે. જો કે, યુવતીના પરિવારજનોને પ્રેમલગ્નની ખબર પડતાં યુવકની અલગ જ્ઞાતિ હોવાથી યુવતીને યુવકના ઘરે મોકલતા ન હતા જેથી પ્રેમભગ્ન કરનારા યુવાને અંતિમ પગલું ભરી લીધેલ છે




Latest News