હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી રિજેક્ટ ટાઇલ્સનો માલ આપવાનું કહીને યુવાન સાથે ૧.૨૬ લાખની છેતરપિંડી


SHARE













મોરબી રિજેક્ટ ટાઇલ્સનો માલ આપવાનું કહીને યુવાન સાથે ૧.૨૬ લાખની છેતરપિંડી

મોરબીના હળવદ ઘુટુ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીરામી એમ્પાયર કોમ્પ્લેક્સમાં ઇફલક્ષ સીરામીકા નામની પેઢી ધરાવતા શખ્સે તેની પાસે રિજેક્ટ ટાઇલ્સનો માલ હોવાનું કહીને ફરિયાદી પાસેથી રોકડા તથા બેંકમાં રૂપિયા મંગાવ્યા હતા અને તેની પાસેથી ૧.૨૬ લાખ રૂપિયા લીધા બાદ તેને સિરામિક ટાઇલ્સનો માલ ન આપીને વિશ્વાસઘાતા અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેન્ક એકાઉન્ટના ધારક સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા હાર્દિકભાઈ પ્રભુલાલ મંડાણી જાતે પટેલ (૨૬) એ હાલમાં સચીનભાઈ, વિશાલભાઈ દોશી, પ્રતાપભાઈ પરમાર અને આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટ નંબર ૦૨૩૦૮૦૧૫૩૦૫૧૬ ના ધારક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર પાસે આવેલ સીરામીક એમ્પાયર કોમ્પલેક્ષમાં ઓફિસ નંબર ૬૦૬ માં ઇફલક્ષ સીરામીકા નામની પેઢી ધરાવતા સચીનભાઈએ તેની પાસે રિજેક્ટ ટાઇલ્સનો માલ હોવાનું ફરિયાદી યુવાનને જણાવ્યું હતું જેથી કરીને તે ટાઇલ્સ લેવા માટે થઈને આરોપીએ ૭૦૦૦૦ આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટ નંબરમાં મંગાવ્યા હતા અને ત્યાર બાદ ૫૬૦૦૦ રૂપિયા વિશાલભાઈ દોશી અને પ્રતાપભાઈ પરમારને મોકલીને મેળવી લીધા હતા આમ કુલ મળીને ૧.૨૬ લાખ ફરિયાદી પાસે લીધા બાદ તેને ટાઇલ્સનો માલ ન આપીને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બેન્ક એકાઉન્ટ ધારક સહિત કુલ મળીને ચાર શખ્સોની સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News