મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના સાપકડામાં જૂના મનદુખનો ખાર રાખીને યુવાન અને તેના ભાઈ ઉપર તલવાર વડે હુમલો


SHARE









હળવદના સાપકડામાં જૂના મનદુખનો ખાર રાખીને યુવાન અને તેના ભાઈ ઉપર તલવાર વડે હુમલો

હળવદ તાલુકાના સાપકડા ગામે યુવાન અને તેના ભાઈ સાથે ચાલતા જૂના મનદુખનો ખાર રાખીને પથ્થરના છૂટા ઘા કરવામાં આવ્યા હતા જેથી કરીને યુવાન અને તેનો ભાઈ આરોપીના ઘરે ગયા હતા ત્યારે આરોપીએ તલવાર વડે હુમલો કર્યો હતો અને યુવાને અંગૂઠામાં કાયમી ખોટ રહી જાય તેવી ઈજા કરેલ છે તેમજ તેના ભાઈને સાણથાનો ઘા મારીને માથામાં ઇજા કરી હતી જેથી કરીને બંને ઈજાગ્રસ્તોને સારવારમાં લઈ આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતી કામ કરતા પ્રકાશભાઈ હરેશભાઈ ઉર્ફે હરિભાઈ ચાવડા જાતે દલવાડી (૨૬) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રભુભાઈ મગનભાઈ ચાવડા અને ભવાનભાઇ મગનભાઈ ચાવડા રહે બંને સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સાપકડા ગામના બસ સ્ટેશન પાસેથી ફરિયાદી તથા તેનો ભાઈ ભાવેશ બંને બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે જુના મન દુઃખનો ખાર રાખીને આરોપી પ્રભુભાઈ મગનભાઈ ચાવડાએ પથ્થરનો છૂટો ઘા કર્યો હતો અને ત્યાર બાદ તે ત્યાંથી જતો રહ્યો હતો જેથી કરીને ફરિયાદીને તેનો ભાઈ આરોપીના ઘરે જતા આરોપીના ભાઈ ભવનભાઈએ તલવાર વડે હુમલો કર્યો હતો અને ફરિયાદી પ્રકાશભાઈ ચાવડાને જમણા હાથના અંગૂઠામાં કાયમી ખોટ રહી જાય તેવી ઇજા કરી હતી અને ભાવેશભાઈને આરોપી પ્રભુએ સાણથાનો ઘા માથામાં મારી ઇજા કરી હતી જેથી કરીને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર લીધા બાદ પ્રકાશભાઈએ હાલમાં બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે




Latest News