મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના સપકડામાં જમીન મુદે વૃદ્ધ અને તેના ભાઈ ઉપર ધારિયા-પાઇપ વડે હુમલો: બેની ધરપકડ


SHARE









હળવદના સપકડામાં જમીન મુદે વૃદ્ધ અને તેના ભાઈ ઉપર ધારિયા-પાઇપ વડે હુમલો: બેની ધરપકડ

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વૃદ્ધ અને તેના ભાઈને ઘરે જઈને તમારી જમીન અમારી બાજુમાં આવેલ છે ત્યાં આવીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ ધારિયા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી હાલમાં વૃદ્ધ દ્વારા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતાને ખેતી કામ કરતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા જાતે દલવાડી (૬૦)એ હાલમાં પ્રકાશભાઈ હરીશભાઈ ઉર્ફે હરિભાઈ ચાવડા જાતે દલવાડી તથા ભાવેશભાઈ હરીશભાઈ ઉર્ફે હરિભાઈ ચાવડા જાતે દલવાડી રહે. બંને સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સાપકડા ગામે બસ સ્ટેન્ડ પાસે અને તેઓના ઘર પાસે આરોપી પ્રકાશભાઈ અને ભાવેશભાઈએ બાઈકમાં આવીને કહ્યું હતું કે “તમારી જમીન અમારી બાજુમાં આવેલ છે ત્યાં આવીશ તો જાનથી મારી નાખશું” અને ત્યારબાદ ઘરે ઘારિયું અને પાઇપ લઈને પ્રકાશભાઈ અને ભાવેશભાઈ આવ્યા હતા ને ત્યારે પ્રકાશભાઈએ ધારિયા વડે ફરિયાદીના ભાઈ ભવાનભાઈને જમણા ખભામાં મારીને ઇજા કરી હતી જ્યારે ભાવેશભાઈએ તેના હાથમાં રહેલ પાઇપ વડે ફરિયાદીને માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ ફરિયાદી અને તેના ભાઈને સારવારમાં લઈ ગયા હતા અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપી પ્રકાશભાઈ હરીશભાઈ ચાવડા અને ભાવેશભાઈ હરીશભાઈ ચાવડાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News