મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે ખર્ચીના પૈસા બાબતે બોલાચાલી કરીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







હળવદના સાપકડા ગામે ખર્ચીના પૈસા બાબતે બોલાચાલી કરીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં યુવાનની વાડી આવીને ખર્ચીના પૈસા બાબતે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યારબાદ લાકડી વડે તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બે પૈકીના એક આરોપીની ધરપકડ કરી છે અને બીજા આરોપીને પકડવા માટે હાલમાં તજવીજ ચાલુ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતી કામ કરતા બળદેવભાઈ ઉર્ફે બીપીનભાઈ વશરામભાઈ ચૌહાણ (૨૭) એ સાગરભાઇ દિલીપભાઈ મકવાણા અને હસમુખભાઈ ઉર્ફે હકાભાઇ દિલીપભાઈ મકવાણા રહે. બંને દિઘડીયા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેની વાડીએ આવીને ખર્ચીના પૈસા બાબતે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને આરોપી સાગરભાઇએ લાકડી વડે ડાબા ગાલે કાન પાસે માર માર્યો હતો અને હસમુખભાઈએ લાકડી વડે જમણી આંખ પાસે માર માર્યો હતો તેમજ બંને શખ્સોએ વાસા અને પેટ ઉપર પણ લાકડી વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હસમુખભાઈ ઉર્ફે હકાભાઇ દિલીપભાઈ મકવાણા રહે. દીઘડિયા વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના જામસર થી ઓળ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી એક્શન પેપર મીલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને હતી અને આરોપી વિપુલભાઈ મનસુખભાઈ વિજવાડીયા જાતે કોળી (૨૨) રહે. ભીમગુડા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News