મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં હોટલ પાસેથી હોટલના સંચાલકની કારની ચોરી


SHARE









હળવદમાં હોટલ પાસેથી હોટલના સંચાલકની કારની ચોરી

હળવદમાં હોટલ સંચાલકની કારની ચોરી થયા છે જેની તેને ફકીયાદ નોંધાવી છે અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે

જાણવા મળી રહેલ માહિતી મુજબ હળવદની ભટ્ટ ફળીમાં રહેતા કેદારભાઇ પુનર્વસુભાઇ રાવલએ હળવદ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે કે જેમા જણાવ્યુ છે કે, હળવદ હાઇવે પર આવેલ જનતા હોટેલ ચલાવે છે. ગત તા ૯ ના રોજ રાત્રિના ૧૧ વાગ્યે કેદારભાઇ હોટલેથી તેમના ઘરે ગયા હતા. ત્યારે ૧.૫૦ લાખની કિમતની તેમની ક્રીમ કલરની ચેવરોલેટ કંપનીની ટાવેરા ફોર વ્હીલ કાર જીજે ૧ કેઇ ૩૦૦૦ કાર હોટેલના બહારના ભાગે હાઇવેની બાજુમાં મુકેલ હતી તે કારની ચોરી કરવામાં આવેલ છે અને અજાણ્યા શખ્સ દ્વારા કારની ચોરી કરવામાં આવી તે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયેલ છે હાલમાં આ બનાવવા અંગે ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

રિક્ષામાંથી પડી જતા ઇજા

મોરબી નજીકના જાંબુડીયા ગામે દશામાના મંદિર પાસે રહેતા રમેશભાઈ દેવશીભાઇ રાઠોડ (૫૭) નામના વૃદ્ધ રિક્ષામાં બેસીને પીપળી રોડ ઉપર મામાદેવના મંદિર પાસેથી બેલા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં રિક્ષામાંથી કોઈ કારણોસર તે નીચે પડી ગયા હતા જેથી કરીને રમેશભાઈને ઇજા થઇ હતી માટે સારવાર માટે ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે




Latest News