મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં પરસ્ત્રી સાથે ફોન ઉપર વાત કરતાં પતિનું ઢીમ ઢાળી દેનાર આરોપી પત્ની જેલ હવાલે


SHARE













વાંકાનેર તાલુકામાં પરસ્ત્રી સાથે ફોન ઉપર વાત કરતાં પતિનું ઢીમ ઢાળી દેનાર આરોપી પત્ની જેલ હવાલે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પતિ બીજી મહિલા સાથે વાત કરતો હોવાની પત્નીને શંકા હતી જેથી કરીને રૂમમાં પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી ત્યારે પત્નીએ ત્રેના પતિને કુહાડીના જીવલેણ હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને તે મહિલાને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં ઘણા પરિવારો રોજગારી મેળવવા માટે આવે છે તેવી જ રીતે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં સુમસિંહ પ્રેમાભાઈ ડામોર (૪૦) એ તેના દીકરા અને પુત્રવધૂ સાથે મોરબી જીલ્લામાં રોજગારી માટે આવ્યા હતા અને ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા હતા ત્યારે સુમસિંહનો દીકરો અર્જુનભાઈ ડામોર અને તેની પુત્રવધુ કાળીબેન અર્જુનભાઈ ડામોર બંને શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના લેબર ક્વાર્ટરમાં હતા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારે કાળીબેને તેના પતિ અર્જુનભાઈ ડામોરને કુહાડીના જીવલેણ ઘા માર્યા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન અર્જુનભાઈ ડામોરનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શિવ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં ફરિયાદીનો દીકરો અર્જુનભાઈ ડામોર અને તેની પુત્રવધુ કાળીબેન ડામોર હતા ત્યારે મૃતક યુવાન અર્જુન સુમસિંહ ડામોર અન્ય કોઈ મહિલા સાથે મોબાઈલ ઉપર વાત કરે છે તેવી શંકાના આધારે કાળીબેન ડામોર દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યાર બાદ અર્જુન ડામોરને કુહાડીના મારી નાખવાના ઇરાદે માથા તથા આંખના ભાગે જીવલેણ ઘ ઝીકયા હતા જેથી તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યાં તેને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી હત્યાના ગુનામાં પોલીસે હલમ કાળીબેન ડામોરની ધરપકડ કરેલ છે

મોબાઇલના વધુ પડતાં ઉપયોગના લીધે ઘણા પરિવારો અત્યાર સુધીમાં ભાંગ્યા હોય તેવું સામે આવ્યું છે ત્યારે વધુ એક પરિવાર તૂટવા માટે મોબાઈલ ફોન જ કારણભૂત બનેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૦૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરેલ છે અને આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News