મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું રાજકોટ સારવારમાં મોત


SHARE









હળવદના મયુરનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું રાજકોટ સારવારમાં મોત

હળવદ તાલુકાના મયુરનગર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર હળવદમાં આપ્યા બાદ ત્યાંથી મોરબી અને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના મયુરનગર ગામે મુકેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કુશાલ મીઠીયાભાઈ ભીલ (૩૦) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે હળવદ લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે તેવી રાજકોટ સિવિલમાંથી જાણવા મળેલ છે અને આ બનાવ હળવદ તાલુકા પોલીસનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરમાં પાડાપુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૃષ્ણ કાનવાડી (૪૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ યુવાનને ડાબી આંખ પાસે મારામારીમાં ઇજા થઈ હોવાથી ચાર ટાંકા આવ્યા હોવાનું જાણવા મળેલ છે હાલમાં આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વીછી કરડી ગયો

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઘૂટું ગામે રહેતા અક્ષય રમેશભાઈ ચૌહાણ (૩૦) નામના યુવાનને વાડીએ હતો ત્યારે ત્યાં વીંછી કરડી ગયો હતો જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

આરોપી પકડાયો

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં આરોપી મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ કંપનીમાં હોવાની ચોક્કસ બાતમી ત્યની પોલીસને હતી જેના આધારે પોલીસ ત્યાંથી મોરબી આવી હતી અને લાલપર પાસે આવેલ એડિશન ગ્લાસ કંપનીમાંથી આરોપી ગૌતમ કેશુભાઈ ખાણીયા (૨૨) રહે, વિરડી તાલુકો માળીયાહાટીના વાળા મળી આવતા તેની ધરપકડ કરેલ છે અને તેને સાથે લઈ ગઈ હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે




Latest News