મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં ચા ના વેપારીએ નોટીસ આપતા ફોન ઉપર મળી ધમકી !


SHARE









હળવદમાં ચા ના વેપારીએ નોટીસ આપતા ફોન ઉપર મળી ધમકી !

હળવદની ઉમા સોસાયટીમાં રહેતા યુવાન પાસે ઉમિયા ચા પ્રાઇવેટ લિમિટેડની એજન્સી હતી અને કંપની સાથે વાંધો પડતા કંપનીના કહેવાથી હળવદમાં મારુતિ એન્ટરપ્રાઇઝ નામની દુકાને અન્ય લોકો ઉમિયા ચાનું વેચાણ કરતા હતા જેથી કરીને ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ આપેલી હતી જે નોટિસનો ખાર રાખીને ફરિયાદીના મોબાઇલ ઉપર આરોપીએ ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તારે જ્યાં જવું હોય ત્યાં જજે તેવું કહીને ગર્ભિત ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ઉમા સોસાયટીમાં રહેતા વેપારી નિલેશભાઈ લવજીભાઈ કાસુન્દ્રા જાતે પટેલ (૪૩)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નંબર ૯૦૯૯૦ ૨૨૨૫૬ ના ધારક જલાભાઇ ડાંગર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, હળવદમાં સાધના કોમ્પલેક્ષમાં બાલાજી ટ્રેડર્સ નામની તેની દુકાન આવેલ છે અને તેની પાસે ઉમિયા ચા પ્રાઇવેટ લિમિટેડની એજન્સી છે જોકે હાલમાં કંપની સાથે વાંધો પડતા કંપનીના કહેવાથી હાલમાં મારુતિ એન્ટરપ્રાઇઝ નામની દુકાને અન્ય લોકો ઉમિયા ચાનું વેચાણ કરે છે જેથી કરીને ફરિયાદીએ તેના વકીલ મારફતે નોટિસ આપી હતી જે નોટિસનો ખાર રાખીને ફરિયાદીના મોબાઈલ ફોન નંબર ઉપર આરોપીના ફોનમાંથી ફોન આવ્યો હતો તેમાં જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જ્યાં જવું હોય ત્યાં જજે તેવી ગર્ભિત ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૭ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News