મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલતા કાલે ડીઇઓ કચેરીએ મૌન ધરણા


SHARE













મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલતા કાલે ડીઇઓ કચેરીએ મૌન ધરણા

શિક્ષકોના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા ૧૨ ના રોજ ડીઇઓ કચેરી ખાતે શિક્ષકો દ્વારા મૌન ધરણા કરવામાં આવશે

હાલમાં મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘની યાદીમાં જણાવ્યુ છેકે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો માટે અગાઉ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ અને નાણા વિભાગના અધિકારીઓની હાજરીમાં મિટિંગ મળી હતી અને વિધાનસભાની ચૂંટણી પહેલા મળેલ મિટિંગમાં તમામ માંગણીઓ સરકારે સ્વીકારી હતી. જો કે, તેને લઈને મંત્રી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી અને તેમાં નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે, ચૂંટણી બાદ શિક્ષણ મંત્રીએ પડતર પ્રશ્નો ઉકેવા માટે કોઈ પરિપત્ર કરેલ નથી જેથી કરીને આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી જેથી કરીને કાલે તા ૧૨ ના રોજ બપોરે ૧૨ થી ૩ સુધી મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે મૌન ધરણા કરવામાં આવશે






Latest News