રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ


SHARE









ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ

અખંડ સનાતન રક્ષાદલના રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજી મહારાજ ગઇકાલે મોરબીમાં આવ્યા હતા ત્યારે તેઓની અધ્યક્ષતામાં મોરબીના રામચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરમાંથી આવેલા સંતો અને મહંતો હાજર રહ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ મોરબીના વિવિધ સંસ્થાઓના પ્રમુખ, ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સંતોનું સન્માન કરીને આશીર્વાદ લીધા હતા આ મિટિંગમાં ખાસ કરીને આગામી દિવસોમાં દ્વારકાથી ભારત યાત્રા નીકળવાની છે તેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા દ્વારા મોરબી જીલ્લામાં આ યાત્રા આવે ત્યારથી લઈને બીજા જીલ્લામાં આગળ વધે ત્યાં સુધીની તમામ સેવા કરવાની જવાબદારી સ્વીકારી છે તેમજ ગુજરાતનાં જે કોઈ પણ જીલ્લામાં આ યાત્રા જશે ત્યાં સાધુ સંતોને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરાવી આપવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે




Latest News