મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 
Breaking news
Morbi Today

મોરબીમાં એસટીની બસોમાં અસુવિધાઓ જોવા મળતા ડેપો મેનેજર-મિકેનિક સસ્પેન્ડ


SHARE













મોરબીમાં એસટીની બસોમાં અસુવિધાઓ જોવા મળતા ડેપો મેનેજર-મિકેનિક સસ્પેન્ડ

ગુજરાત એસટી નિગમના રાજકોટના વિભાગીય નિયામક થોડા સમય પહેલા મોરબી ડેપોની વિઝીટ આવ્યા હતા ત્યારે તેમણે કરેલ ચેકિંગમાં બસમાં અસુવિધાઓ જોવા મળી હતી અને ખાસ કરીને બસમાં મુસાફરો બેસી શકે તેવી કેટલીક બસોની અંદર સીટો જોવા ન મળી હતી જેથી કરીને વિભાગીય નિયામક દ્વારા હાલમાં મોરબી એસટી ડેપોના મેનેજર તેમજ મિકેનિકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે

રાજ્ય સરકાર દ્વારા મુસાફરોને સારામાં સારી સુવિધા મળે તેના માટે થઈને લાખો કરોડો રૂપિયા એસટીની નવી બસની ખરીદી તથા હયાત બસોના રીપેરીંગ કામ તેમજ મેન્ટેનન્સ કામ માટે થઈને વાપરવામાં આવતા હોય છે તેમ છતાં પણ ક્યાંકને ક્યાંક અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે મુસાફરોને જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા મળતી નથી અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ઘણી વખત એસટી બસની અંદર કાચ ફૂટી ગયા હોય, બસમાં બેસવા માટેની સીટ ન હોય તે સહિતની ઘણી બધી મુશ્કેલી હોય છે તેમ છતાં પણ મુસાફરો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય અને ખાનગીમાં વધુ ભાડા ખર્ચી શકે તેમ ન હોય જેથી કરીને મુસાફરો સરકારી એસટી બસમાં મુસાફરી કરતા હોય છે

પરંતુ ખરેખર સરકાર દ્વારા જે ખર્ચા કરવામાં આવે છે તેની સામે મુસાફરોને કઈ પ્રકારની સુવિધા મળે છે તે જોવા માટે થઈને રાજકોટના વિભાગીય નિયામક જે.બી. કલોતરા થોડા સમય પહેલા ચેકિંગમાં મોરબી એસટી ડેપો ખાતે આવ્યા હતા અને અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે વિભાગીય નિયામક જે સમયે મોરબી એસટી ડેપો ખાતે ચેકિંગ માટે આવ્યા હતા ત્યારે તેમણે કરેલ ચેકિંગ દરમિયાન કેટલીક બસોમાં મુસાફરો બેસી શકે તે પ્રકારની સીટો બસની અંદર હતી નહીં જેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને બીજી પણ કેટલીક આંખે ઉડીને વળગે તે પ્રકારની ક્ષતિઓ સામે આવી હતી જેથી હાલમાં રાજકોટના વિભાગના નિયામક જે.બી. કલોતરા દ્વારા મોરબી એસટી ડેપોના મેનેજર અનિલભાઈ પઢીયાર અને એક મિકેનિકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહે છે






Latest News