હળવદના સુસવાવ ગામ પાસે મારવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિલા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે  વાંકાનેરમાંથી ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

સ્વાતંત્ર દિને સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધક કાયદાની ગૌ ભક્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે અપેક્ષા – મિતલ ખેતાણી


SHARE













સ્વાતંત્ર દિને સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધક કાયદાની ગૌ ભક્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે અપેક્ષા – મિતલ ખેતાણી

તા. 15 ઓગષ્ટ, સ્વાતંત્ર્ય પર્વ નિમીતે લાલ કિલ્લા પરથી, સમગ્ર ભારતમાં ગૌવંશ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે તે અંગેની જાહેરાત  અને તે અંગેનાં પગલાઓ માટે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યાન્વિત બને તેવી માંગણી મિતલ ખેતાણીએ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮૮૩ ની સાલમાં હિન્દુ સામ્રાજયનાં સર સેનાપતી શ્રી મહાદેવ શિંદેએ  ''સંપૂર્ણ ગૌવંશ હત્યા બંધી'' ની ઘોષણા લાલ કિલ્લા પરથી જ કરી હતી.  તે જ રીતે 2008 ની સાલમાં સુપ્રિમ કોર્ટે પણ નિર્ણય આપ્યો હતો કે સંપૂર્ણ ભારત વર્ષમાં  ગૌહત્યા બંધીનો આદેશ તુરંત અમલમાં લેવામાં આવે. ભારતની ગાય માનવ શરીરનાં આરોગ્ય માટે, ખેતી માટે, પર્યાવરણ સંતુલન માટે, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને તમામ ક્ષેત્રે ખૂબ જ  ઉપયોગી છે અને તેનું અસ્તિત્વ આપણા સૌ મનુષ્યો માટે પણ અનિવાર્ય છે. ગાય બચશે તો સમગ્ર વિશ્વ બચશે એવું ચોકકસપણે કહી શકાય. દેશ હિત માટે પણ ગૌવંશનું સંરક્ષણ થાય તે અત્યંત અનિવાર્ય છે. 15 ઓષ્ગટના દિવસે લાલ કિલ્લા પરથી ગૌ ભક્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિન્દુસ્તાનમાં ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરે તેવી વિનંતી મોદીજીને મિતલ ખેતાણીએ કરી છે. પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીએ કલમ 370ની નાબુદી, રામ મંદિર નિર્માણ સહિતનાં અનેક દેશભક્તિપૂર્ણ કાર્યો કર્યા છે અને આગામી દિવસોમાં યુનિફોર્મ સીવીલ કોડ જેવા અત્યંત જરૂરી કાયદા પણ લઇ આવશે તેવી આશા સમગ્ર દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે આ સત્કર્મ પણ તેમના વરદ હસ્તે થાય તેવી વિનંતી અને આશા સમગ્ર રાષ્ટ્રવાસીઓની છે. આ સત્કાર્ય થકી એક નવા ભારતનાં નવા ઇતિહાસનું નિર્માણ થશે તેવો આશાવાદ પણ મિતલ ખેતાણીએ વ્યકત કર્યો છે.






Latest News