ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 3 પાડાને બચાવ્યા: 3.03 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં ડીલેવરીમાં સિઝેરિયન બાદ બ્લીડિંગ શરૂ થઈ જતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત વાંકાનેરના વીરપર નજીકથી 1000 લિટર આથો-45 લિટર દારૂ સાથે એક પકડાયો: સુંદરગઢ ગામે ઘરમાંથી 100 લિટર દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

હળવદ: કૌટુંબિક બહેન સાથે લફરું કરનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE













હળવદ: કૌટુંબિક બહેન સાથે લફરું કરનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો

હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા યુવાનબુ કૌટુંબિક બહેન સાથે લફરુ કરનારાને સમજાવવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હૂલમો કરવામાં આવ્યો હતો અને તેને ગાળો આપીને પેટ, છાતી અને પાંસળીમાં ઈજા કરી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા પછી ઇજાગ્રસ્ત યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સરંભડા ગામે ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડની વાડીએ રહેતા સંજયભાઈ ભરતભાઈ ડઢૈયા જાતે કોળી (૨૫) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અક્ષયભાઈ સુરેશભાઈ બાવળીયા, અનિલભાઈ ધીરુભાઈ ઉઘરેજા અને રમણીકભાઈ જગાભાઈ બાવળીયા રહે. ત્રણેય સરંભડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ  છે કે, અક્ષયભાઈ બાવળીયા તેની કૌટુંબીક બેન સાથે લફરું કરતો હોય “મારી કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે””” તેવું કહ્યું હતું ત્યારે ત્રણેય આરોપીઓએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને અક્ષયભાઈ બાવળિયા પાસે રહેલ છરી વડે તેણે હુમલો કરીને ફરિયાદી યુવાનને છાતી, પેટ, પાંસળી અને અંગૂઠામાં ઈજા કરી હતી જેથી તેણે સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને જીપીએફની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News