મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા લાકડી-પાઇપ વડે હુમલો, બે યુવાનો સારવારમાં


SHARE













મોરબીમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા લાકડી-પાઇપ વડે હુમલો, બે યુવાનો સારવારમાં

મોરબીના જેતપર ગામે ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાન તથા તેની સાથે રહેલા અન્ય એક યુવાન એમ બે યુવાનોને લાકડી તથા પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હોય બંને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં જેતપર ગામના જ ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલમાં મોરબીમાં "ચોરી પે સીના ચોરી" જેવા બનાવો છાસવારે વધી રહ્યા છે અગાઉ પણ અનેક વખત મારામારીના બનાવ પૈસાની લેતીદેતી બાબતે બન્યા છે.તેઓ જ એક વધુ બનાવ મોરબીમાં સામે આવ્યો છે જેમાં મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે મારામારીના બનાવમાં ઈજા થતા સંજયભાઈ ગોકળભાઈ હમીરપરા જાતે કોળી (ઉમર ૩૮) રહે.કોળીવાસ જેતપર તા.જી.મોરબી અને ગામના જ હરદાસભાઇ રમેશભાઈ હમીરપરા નામના બે યુવાનો ઉપર ગામના જ ચાર ઇસમો દ્વારા લાકડી-પાઇપ તથા ઢીકાપાટુ વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હતો જેથી કરીને બંને યુવાનોને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા બંને યુવાનોની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા હોસ્પિટલ ખાતે પહોંચીને ભોગ બનેલ યુવાનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ભોગ બનેલ પૈકીના સંજય ગોકળભાઇ હમીરપરાએ જેતપર ગામના જ વિષ્ણુ જેસીંગ ગણેશિયા, ભુપત જેસીંગ ગણેશિયા, લાલો જેસીંગ ગણેશિયા અને સુરેશ દલ્લા ગણેશિયા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જેતપર ગામે કોળીવાસમાં જ રહેતા લાલો જેસીંગ ગણેશિયા નામના ઇસમને પોતે હાથ સુધીના પૈસા આપ્યા હતા જે પૈસાની પોતાને જરૂર હોય લાલો ગણેશિયાની પાસે પૈસા પરત માગ્યા હતા જે બાબતે સામાવાળાઓ દ્રારા બોલાચાલી કરીને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં વિષ્ણુએ ગાળો આપીને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.જ્યારે લાલા અને સુરેશ લાકડી વડે સંજયને માર માર્યો હતો.જે દરમિયાન સાહેદ હરદાસભાઇ છોડાવવા વચ્ચે પડતા ભુપત ગણેશાએ તેમના ઉપર પણ લોખંડના પાઇપ પડે હુમલો કરતા તેઓને પણ ઈજા થઈ હતી અને માથામાં ટાંકા આવ્યા હોય અને શરીરે અન્ય મુઢ ઇજાઓ થયેલી હોય બંનેને સારવારમાં ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ દ્વારા વિષ્ણુ, ભુપત, લાલો અને સુરેશ સામે આઇપીસી કલમ ૩૨૩! ૩૨૪, ૫૦૪, ૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીન હુશૈની ગેઇટ પાસે વાડી વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ મુસાભાઇ માણેક નામના ૨૧ વર્ષના યુવાનને હોથીપીરની દરગાહ પાસે પંચાસર રોડ ઉપર મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જે અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં રહેતા અને મૂળ યુપીના આમિર મહંમદભાઈ ઇમરાનભાઈ આલમ જાતે ખાન પઠાણ (૨૯) વાળો નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી બાઈક લઇને જતો હતો ત્યારે રસ્તામાં સ્પીડ બ્રેકરના લીધે તે બાઇક સહિત નીચે પડી જતા ઈજા થતા સારવારમાં લઇ જવાયો હતો જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News