મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની પોસ્ટ ઓફિસમાં સુવિધા વધારવા વડાપ્રધાન સુધી રજૂઆત


SHARE













મોરબીની પોસ્ટ ઓફિસમાં સુવિધા વધારવા વડાપ્રધાન સુધી રજૂઆત

મોરબીની પોસ્ટ ઓફિસમાં સગવડતા ન હોવાથી ગ્રાહકોને હેરાન થવું પડે છે જેથી કરીને દેશના વડાપ્રધાન અને સંદેશા વ્યવહાર મંત્રીને હાલમાં લેખિત રજૂઆત કરીને સ્ટાફ, ઇન્ટરનેટની સારી સેવા, નવી પોસ્ટ ઓફિસનું નિર્માણ વિગેરે જેવી મોરબીવાસીઓ વતી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબીની હેડ પોસ્ટ ઓફિસ મોરબી સ્ટેટના વખતની બનાવેલ છે અને હાલે જે મોરબીમાં કાર્યરત છે જો કે, છેલ્લા વર્ષોમાં સીરામીક, ઘડીયાળ તથા અન્ય ક્ષેત્રમાં રોજગારી માટે બીજા રાજયોમાંથી આવેલ મજુરોને પોસ્ટ ઓફિસનો ઉપયોગ વધારે કરે છે જો કે, મોરબીની પોસ્ટ ઓફિસમાં સંકળાશ, અપુરતો સ્ટાફ હોવાના લીધે હેરાન થવું પડે છે જેથી કરીને કેન્દ્ર સરકારની પ્રજા લક્ષી ધણી બધી યોજના છે તેને સફળ બનાવવા માટે સ્ટાફ વધારવામાં આવે તેમજ બીલ્ડીંગની જરૂરત હોય તે મુજબ બનાવવામાં આવે તેવી માંગ કરી છે હાલમાં ત્યાં ગ્રાહકને બેસવા માટેની કોઇ વ્યવસ્થા નથી જે તે સરકારી યોજનાના એજન્ટને બેસવાની વ્યવસ્થા નથી મોરબીની આશરે પાંચ લાખની વસ્તી છે અને પોસ્ટ ઓફિસ એક છે અને તેમાં પણ પુરતો સ્ટાફ નથી આટલું જ નહીં બિન અનુભવી સ્ટાફ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સ્ટાફ, ઇન્ટરનેટની સારી સેવા સહિતની સુવિધાઓ સાથે સરકાર દ્રારા નવી પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવુ જોઇએ આ બાબત યોગ્ય કરવામાં આવે તેવી મોરબીવાસીઓ વતી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલાજીભાઇ મહેતાએ દેશના સંદેશા વ્યવહાર મંત્રી અશ્વીની વૈષ્ણવ તેમજ વડાપ્રધાનને રજૂઆત કરેલ છે.






Latest News