મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાની કરોડો રૂપિયાની રેતી ચોરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE









હળવદ તાલુકાની કરોડો રૂપિયાની રેતી ચોરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીનો હળવદ તાલુકો રેતી ચોરી માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે ત્યારે થોડા સમય પહેલા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેતી ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી અને કરોડોની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે

આ રેડ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં આરોપીઓને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને કરોડોનો મુદામાલ પણ કબજે કર્યો હતો આ ગુનાની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ. ઝાલાને સોંપવામાં આવી છે તેને થોડા સમય પહેલા તેઓએ સમયાંતરે અમુક આરોપીઓને પકડ્યા હતા દરમ્યાન જગદીશ ઉર્ફે જગો ઠૂઠી માતરભાઇ બાંભવા જાતે ભરવાડ (૩૩) રહે. કુંભારપરા ખોડિયાર માતાના મંદિર પાસે હળવદ અને જેઠાભાઇ છગનભાઇ પઢિયાર જાતે વણઝારા (૩૫) રહે. ક્રિશ્ના પાર્ક સોસાયટી, હળવદ વાળાની એલસીબીના પીએસઆઈ કે.એચ. ભોચિયાએ મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ધરપકડ કરીને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને તપાસનીસ અધિકારી જે.એલ. ઝાલાને સોપ્યા છે  




Latest News