વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીના નવલખી રોડે સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં આરોપીની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર બાગબાન ફાર્મ પાસે બંધ ટ્રક સાથે બાઇક અથડાયું હતું જે બનાવમાં ઇજા પામેલ યુવાનનું  સારવારમાં મોત થયું હતું અને ત્યાર બાદ તેના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હજનારી ગામે રહેતા રાજેશભાઈ કાંતિભાઈ સુતરીયા (૪૦) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપરથી પીપળીયા ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે નવલખી રોડે રોકડીયા હનુમાન મંદિર અને બાગબાન ફાર્મ વચ્ચે રસ્તા ઉપર તેનું બાઇક રોડ ઉપર પડેલ બંધ ટ્રક સાથે અથડાયુ હતું. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રાજેશભાઈ સુતરીયાને ઇજાઓ થવાથી તેને શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં ટુંકી સારવાર દરમિયાન રાજેશ સુતરીયા નામના યુવાનનું મોત નિપજયુ હતુ. આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં મૃતકના ભાઈએ ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી અને જેના આધારે પોલીસે આરોપી દિનેશ કેદારપ્રસાદ યાદવ જાતે આહીર (૩૧) રહે. રસિદપુર છપરા બિહાર વાળાની પીએસઆઈ બી.એ. ગઢવીએ ધરપકડ કરેલ છે

મારામારીમાં ઇજા
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં શેરી નંબર-૨ માં રહેતા મનીષ મનસુખભાઈ સાણજા નામના ૩૩ વર્ષના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

આધેડનું મોત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા લજાઈ ગામે રહેતા વનરાજસિંહ ભોજુભા ઝાલા નામના ૫૮ વર્ષના આધેડનું બીમારી સબબ મોત નીપજત્તા મૃતદેહ પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જે અંગે હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરીને વધુ તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.






Latest News