મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મુંબઈ-નાગપુરથી પરિવારને ટપાલ લખીને મોરબીમાંથી ગુમ થયેલ યુવાને માનસિક થકી ગયો હોવાની જાણ કરી


SHARE













મુંબઈ-નાગપુરથી પરિવારને ટપાલ લખીને મોરબીમાંથી ગુમ થયેલ યુવાને માનસિક થકી ગયો હોવાની જાણ કરી

મોરબીના ભરતનગર ગામનો અને હાલ મોરબીના કેનાલ રોડ રામકો બંગલો નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રહીને સિરામીકમાં કોન્ટ્રાકટ રાખતો પટેલ યુવાન છેલ્લા વીસેક દિવસથી ગુમ થઈ ગયો હોય તેના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ દ્રારા ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલા યુવાનને શોધવા તપાસ હાથ ધરવામાં આવેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા ઇશ્વરભાઇ બચુભાઈ ફેફર પટેલ (ઉમર ૫૫) નામના આધેડે એ ડિવિઝન પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર આનંદ ઈશ્વરભાઈ ફેફર પટેલ (ઉમર ૩૦) ધંધો વેપાર હાલ રહે.સાંકેત એપાર્ટમેન્ટ માધવ વૃંદાવન સોસાયટી રામકો બંગલો પાસે કેનાલ રોડ મોરબી મૂળ ભરતનગર વાળો ગત તા.૩૦-૭ ના સવારે આઠેક વાગ્યે રાબેતા મુજબ ઘરેથી કામે જાઉ છુ તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયેલ છે.દરમિયાનમાં તેની મુંબઈ ખાતેથી અને નાગપુર ખાતેથી એમ બે ટપાલો મળેલ છે જેમાં તેણે જણાવેલ છે કે તે "માનસિક રીતે થાકી ગયો હોવાના લીધે તે ઘર છોડીને ચાલ્યો ગયો છે." હાલ ગુમ થયેલ આનંદ ફેફરને શોધવા માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુમ સુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે

ઇજાગ્રત યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વીસીપરા મદીના સોસાયટી પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા જાનમામદભાઈ જામ નામના ૨૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા મોરબીની સામાકાંઠાની ખાનગી હોસ્પિટલે બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઇક લઈને માળિયા બાજુથી પરત મોરબી તરફ આવી રહેલા જાનમામદભાઇ જામ નામના બાઈક સવારને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત જાનમામદભાઈને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરૂને તે અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News