મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પંચાયત ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE









હળવદ તાલુકા પંચાયત ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

હાલ સમગ્ર દેશમાં મારી માટે મારો દેશ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે હળવદ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની પ્રેરક ઉપસ્થિતિમાં મારી માટે મારો દેશ કાર્યક્રમની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સાથે સર્વે મહાનુભાવોએ શિલાફલકમનું અનાવરણ કર્યું હતું. કળશમાં માટી અર્પણ કરી માટીને વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. ઉપસ્થિત સર્વોએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે મુલાકાતીઓ માટે નવનિર્મિત પ્રતીક્ષાકક્ષ કમ લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય સાથે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, મામલતદાર ચિંતન આચાર્ય, હળવદ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રાજનીભાઈ સંઘાણી, નિલેશભાઈ ગામી સહિત સ્થાનિક પદાધિકારી અને અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા.




Latest News