મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનાની ઓફિસ સહિત ત્રણ સ્થળે જુગારની રેડ: ૧૭ જુગારી પકડાયા, ૧.૧૦ લાખની રોકડ કબજે


SHARE













મોરબીના સિરામિક કારખાનાની ઓફિસ સહિત ત્રણ સ્થળે જુગારની રેડ: ૧૭ જુગારી પકડાયા, ૧.૧૦ લાખની રોકડ કબજે

મોરબીના ટિંબડી ગામ પાસે સીરામીક કારખાનાની ઓફિસમાં તેમજ ટંકારા અને હળવદમાં જુદી જુદી જુગારની ત્રણ રેડ કરવામાં આવી હતી અને તેમાં કુલ મળીને પોલીસે ૧૭ જુગારીઓને પકડ્યા છે અને તેની પાસેથી કુલ મળીને ૧,૧૦,૫૦૦ ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ત્રણ ગુના નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની છે

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ મેક્સ સીરામીક કારખાનાની ઓફિસમાં ચિરાગભાઈ ધર્મેન્દ્રભાઈ કાનાબાર બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે જેથી એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઓફિસમાં જુગાર રમતા ચિરાગભાઈ ધર્મેન્દ્રભાઈ કાનાબાર (૩૨), દીપભાઈ કરસનભાઈ ઝાલરીયા (૩૫), સુખદેવભાઈ સોમાભાઈ ઝાલરીયા (૪૮), રવિભાઈ વાસુદેવભાઈ ઝાલરીયા (૨૩) અને નિમિતભાઈ બાબુભાઈ વાસાણી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૮૫,૪૫૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારામાં હોન્ડાના શોરૂમની પાછળના ભાગમાં આવેલ ખરાબાની જગ્યામાં બાવળની જાળી વચ્ચે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિલીપભાઈ ઉર્ફે દીલો ભાણાભાઈ વાઘેલા (૨૬), પ્રવીણભાઈ ઉર્ફે કાનો વેલજીભાઈ વાઘેલા (૨૫) અને ભરતભાઈ ઉર્ફે લાલી વેલજીભાઈ વાઘેલા (૨૨) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૩૫૦ ની રોકડ કબજે કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં માથક તરફ જવાના કાચા રસ્તા ઉપર બચુભાઈ કોળીની વાડી આવેલ છે જેની ઓરડીની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભીમાભાઇ રૂડાભાઈ ચડાસણીયા (૪૨), રાજેશભાઈ ઉર્ફે મહેશભાઈ દેવાભાઈ સારલા (૩૦), ગોવિંદભાઈ ગેલાભાઈ ચડાસણીયા (૨૭), માનસિંગભાઈ કાનજીભાઈ ચડાસણીયા (૩૭), શંકરભાઈ વાઘજીભાઈ દંતેશરીયા (૨૬), વિપુલભાઈ પ્રવીણભાઈ સેતાણીયા (૨૦), સંજયભાઈ નવઘણભાઈ દંતેશરિયા (૨૫), સાગરભાઇ રણછોડભાઈ નંદેસરીયા (૨૬) અને રમેશભાઈ ભનુભાઈ સિણોજીયા (૪૦) રહે. બધા રાયધ્રા વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧૮૭૦૦ કબજે કર્યા હતા અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News