મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી : આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાના એનએસએસ કેમ્પ માટે પસંદગી


SHARE













મોરબી : આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાના એનએસએસ કેમ્પ માટે પસંદગી

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના કાળથી યુનિવર્સિટી એનએનએસ વિભાગ સંલગ્ન એનએસએસ યુનિટ કાર્યરત છે.યુનિટ દ્વારા સામાજિક જાગૃતિ અને વિદ્યાર્થી ઘડતરની પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ થતી રહી છે.ગયા વર્ષે ખાખરાળા ગામે થયેલ કેમ્પ તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ વિભાગ દ્વારા રાજ્ય સ્તરના એનએસએસના કેમ્પ માટે ૧૮ ઓગસ્ટના રોજ યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાંથી સ્વયંસેવિકાઓ પસંદ કરવાનો કેમ્પ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે યોજાઈ ગયો.આ કેમ્પમાં શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબીના એનએસએસ યુનિટની બે સ્વયંસેવિકા બહેનોને પસંદ કરીને યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવેલ.આ બંને સ્વયંસેવિકાઓ ખુશીબેન મનોજભાઈ પરમાર અને માનસી જીતેન્દ્રભાઈ છત્રોલાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા કેમ્પમાં પસંદગી થયેલ.આ બંને સ્વયંસેવિકાઓ હવે અમદાવાદ ખાતે આગામી ૨૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રાજ્ય સ્તરના કેમ્પમાં સામેલ થશે.બંને સ્વયંસેવિકાઓને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.આર.કે.વારોતારીયાએ તથા કે.આર.દંગીએ કોલેજનું ગૌરવ વધારવા બદલ શુભકામનાઓ પાઠવેલ છે.






Latest News