મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના શાસકોની અણઆવડતથી લાતી પ્લોટ નર્કાગાર, હાલક સુધરશે નહીં તો પાલીકાને તાળાબંધી : કોંગ્રેસ


SHARE













મોરબીના શાસકોની અણઆવડતથી લાતી પ્લોટ નર્કાગાર, હાલક સુધરશે નહીં તો પાલીકાને તાળાબંધી : કોંગ્રેસ

મોરબી શહેર ઔઘોગીક શહેર છે.જેમા લાતી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળ ઉદ્યોગના નાના મોટા અનેક કારખાનાઓ તેમજ અન્ય ઉદ્યોગથી ધમધમતો વિસ્તાર છે.જ્યાં હજારો લોકોને રોજેરોટી આપવાનું કામ થાય છે પરંતુ લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર-૭ માં ઘણા સમયથી  ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાય રહેલ છે.અવાર નવાર વેપાર કરતા લોકો નગરપાલિકા અને ધારાસભ્યને વારંવાર રૂબરૂ મળીને ફરિયાદ કરી ચૂક્યા છે છતાં નગરપાલિકા દ્રારા આ વિસ્તારમાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તે સવાલ ઉઠી રહ્યા છે.

અગાઉ જ્યારે પાલિકામાં જે તે સમયે વેપારના માલ ઉપર જકાત (ટેક્ષ) ભરવાનો થતો હતો ત્યારે સૌથી વઘુ જકાત (ટેક્ષ) આ લાતી પ્લોટ વિસ્તારના વેપારી ભરતા હતા જેને કારણે નગર પાલિકાની  વ્યવસ્થા સારી રીતે ચાલતી હતી.પરંતુ આજે તેજ લાતી પ્લોટના વેપારી અવાર નવાર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાય રહેલ છે તેના લીધે પરેશાન છે વેપાર ધંધાને પણ નુકસાન થઇ રહેલ છે.તેઓએ અવાર નવાર ભૂગર્ભ ગટર લાઇનમાંથી ખરાબ પાણી બહાર નીકળી ત્યાં તળાવ ભરાઈ  તેવી સ્થિતિ છે.તેના નિકાલની રજૂઆત કરેલ છે. તેમ છતાં આ મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડની અને મોરબી માળિયાના ઘારાસભ્યના સંપૂર્ણ માર્ગદર્શનમાં ચાલતી નગરપાલિકા અને મોરબીના  ધારાસભ્યના  કહ્યાગરા અઘિકારીઓ શા માટે લાતી પ્લોટ વિસ્તારના શેરી નંબર-૭ નો ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નને કોઈ કામગીરી કરતા નથી..?

શું લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને પરેશાન કરી લાતી પ્લોટમાં વેપાર ધંધો બંધ કરાવવા માંગો છો..? કે કોઈ અન્ય કારણ છે તે ભાજપના નેતાઓએ વેપારીઓને જણાવવુ જોઇએ. જો આ લાતી પ્લોટ વિસ્તારમાં ઉભરાતા ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ નહી કરવામાં આવે તો લાતી પ્લોટના રહેવાસી અને વેપારીઓ તેમજ કારખાનાઓમાં કામ કરતા લોકોને સાથે રાખીને  કોગ્રેસ પક્ષ મોરબી નગરપાલિકાને ગમે ત્યારે તાળાબંધી કરશે જેની ગંભીરતીપુર્વક નોંધ લેવા મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી  તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા, એલ.એમકંજારિયા, કે.ડી.બાવરવા અને મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ પ્રેસ યાદી જણાવેલ છે.






Latest News