મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં છેતરામણી વાત કર્યા બાદ વીમા કંપનીએ હાથ ઊંચા કરી દેતા ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વ્યાજ સહિત પૈસા પરત મળ્યા


SHARE













મોરબીમાં છેતરામણી વાત કર્યા બાદ વીમા કંપનીએ હાથ ઊંચા કરી દેતા ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વ્યાજ સહિત પૈસા પરત મળ્યા

મોરબીમાં યુવાનને વીમા કંપનીના એજન્ટે જણાવેલ વાત મુજબ વિમો લીધો હતો અને બાદમાં કરેલી વાતથી વીમા કંપની ફરી ગઈ હતી અને વધુ પ્રીમિયમ ચૂકવવા માટે વાત કરી હતી જેથી પોલીસી બંધ કરાવવા માટે યુવાને વાત કરતા તે બાબતે પણ વીમા કંપની હાથ ઊંચા કરતી હોય યુવાને ગ્રાહક સુરક્ષા મંડળની લાલજીભાઇ મહેતાનો આશરો લીધો હતો.જેનો કેસ ચાલી જતા ગ્રાહકને વ્યાજ સહિત રકમ ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ પંચે હુકમ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વતની કમલેશભાઇ દુર્લભજીભાઇ વીડજા (બહુચર ડેરી વાળા) એ એ.બી.ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રા.લી. બી.એમ.એ. વેલ્થ કિએરર્સ લી. એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સમાં વીમો ઉતરાવેલ વિમા કંપનીએ વિમો આપવાની ના પાડતા ગ્રાહકે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેઇસ દાખલ કરેલ ગ્રાહકની પાસેથી વીમા કંપનીએ એવું કહેલ કે દર વર્ષે પચીસ હજાર દશ વર્ષ સુધી ભરસો તો સારો લાભ મળશે અને ચાર વર્ષનું પ્રિમીયમ રૂા. ૧,૦૦,૦૦૦ ભરસો તો ત્રીજા વર્ષે તમારા બાળકની ફી વીમા કંપની તરફથી આપવામાં આવશે.જેથી ગ્રાહક કમલેશ દુર્લભજીભાઇએ એકી સાથે ચાર વર્ષનું પ્રિમિયમ રૂા.એક લાખ ભરીને પોલીસી લીધી હતી.પરંતુ દર વર્ષે પચીસ હજારને બદલે વીમા કંપનીએ હવે દર વર્ષે એક લાખ ભરો તેમ જણાવ્યું હતુ.જેથી ગ્રાહકે વીમા પોલીસી રદ કરવાનું કહી રકમ પરત આપવા કહ્યુ પણ વીમા કંપનીએ પૈસા પરત આપવાની ના પાડતા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં કેઇસ ચાલી જતા વીમા કંપનીઓને ગ્રાહકને રૂા.૮૦,૦૦૦ (એસી હજાર) ૭ ટકાના વ્યાજ સાથે કેઇસ દાખલ થયા તા.૧૭-૧૨-૨૦ થી તથા વીસ હજાર અન્ય ખર્ચ પેટેના ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કર્યો છે.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય કે છેતરપીંડીનો ભોગ બને તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (મો.૯૩૭૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો કેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News