મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની સીપીઆઇ કચેરી નજીકથી બે બોટલ દારૂ લઈને જતો શખ્સ કાર સાથે પકડાયો


SHARE













મોરબીની સીપીઆઇ કચેરી નજીકથી બે બોટલ દારૂ લઈને જતો શખ્સ કાર સાથે પકડાયો


મોરબી શહેરમાં સીપીઆઈ કચેરી પાસેથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તા ઉપરથી કાર પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસ દ્વારફા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને ૨મ૩૫,૭૫૦ ના મુદ્દા માલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનો મોબાઈલ નંબર મળેલો હોય તે મોબાઈલ નંબર આધારે તે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાસે આવે સીપીઆઇ કચેરી પાસેથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તા ઉપરથી કાર પસાર થતી હતી ત્યારે કાર નંબર જીજે ૩ ઇઆર ૭૯૨૨ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે આ કારમાંથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૭૫૦ ની કિંમતનો દારૂ બે લાખ રૂપિયાની કિંમતની કાર અને ૩૫૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનને કબ્જે કરેલ છે અને કુલ મળીને ૨,૩૫,૭૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે હિતેશકુમાર કેશવજીભાઈ કામરીયા જાતે પટેલ (૩૭) રહે. કૈલાશ પેલેસ બ્લોક નંબર-૨૦૨  નિકુંજ પાર્ક સોસાયટી મેઘાણી સ્કૂલની સામે અવની રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મોબાઈલ નંબર ૯૩૧૩૦ ૯૫૪૪૮ મળેલ છે જે મોબાઈલ નંબર આધારે તે શખ્સને પકડવા માટે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર ગામે નવાપરામાં રહેતો રહેતા પરેશભાઈ લખમણભાઇ ભલસોડ (૫૩) નામના આધેડ સાપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વહાન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી કરીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબી શહેરના સામાકાંઠે આવેલ વિદ્યુતનગરમાં રહેતો અર્જુનસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા (૧૯) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પોતાનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અર્જુનસિંહને ઈજા થઇ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે.






Latest News