મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ ચન્દ્રયાન-૩ ના સફળ લેન્ડિંગ માટે કરી પ્રાર્થના


SHARE













મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ ચન્દ્રયાન-૩ ના સફળ લેન્ડિંગ માટે કરી પ્રાર્થના

હાલમાં ચંદ્રયાન-3 ચંદ્રથી થોડા કિલોમીટર દૂર છે અને ચંદ્રયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થાય અને ભારતની સફળતામાં એક વધુ છોગું ઉમેરાય અને વિશ્વના અગ્રીમ દેશોમાં સ્થાન પ્રાપ્ત કરે એ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોની મહેનતને બળ મળે,એ માટે મોરબીની માધાપરવાળી શાળાની બાળાઓએ ચંદ્રયાન-3 સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ થાય એ માટે પ્રાર્થના કરી હતી. શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ ચંદ્રયાન અંગે બાળકોને જાણકારી આપી હતી રશિયાનું ચંદ્રયાન લ્યુનાનો ગઈકાલે સંપર્ક તૂટી ગયેલ છે પણ ભારતનું મુન મિશન સફળ થાય એ માટે વિક્રમ લેન્ડર સફળ રીતે ચંદ્રની ધરતી પર લેન્ડ થાય એ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી રહ્યા છે,બે વર્ષ પહેલાં ચંદ્રયાન-2 નો સંપર્ક તૂટી ગયો હતો પણ આ વખતે ચોક્કસ સફળતા મળશે વગેરે વાતો કરી હતી.અને શક્તિશાળી મંત્ર ગાયત્રી મંત્રનું ભાવવાહી રીતે બળાઓએ પઠન કર્યું હતું.






Latest News