વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ


SHARE









મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ

મોરબી પાલિકામાં સફાઈ કર્મચારીના નિવૃત્તિના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરેલ છે અને જે સફાઈ કર્મચારી વર્ષ ૨૦૩૦ માં નિવૃત્ત થનાર છે તેને નિવૃત્ત થયાનું કહીને ભાજપ સમર્થક અને સેનિટેશનના કર્મચારીએ કાંડ કર્યો છે. આ બનાવની તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા કોંગ્રેસ આગેવાન રમેશભાઇ રબારીએ પાલિકાના વહીવટીદારને હાલમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૮/૮/૨૩ ના રોજ સાંજના ૬ વાગ્યે પાલીકાના સફાઈ કર્મચારીના હાજરી સમયે સ્થળ સ્ટેશન રોડ પર મોરબી પાલીકાના કાયમી સફાઈ કર્મચારી હીરાબેન હરીભાઈ પોતે નિવૃત ન થયા હોવા છતાં હાજરી સમયે પાલીકાના સેનીટેશનના કર્મચારી તેમજ ભાજપ સમર્થકે તેને “તમે નિવૃત થઈ ગયેલ છો, હવે પછી તમો કામ પર આવતા નહીં અને તમારા તમામ ડોકયુમેન્ટ અમોને આપો અને એક લાખ તમો અમોને આપો” તેવુ કહ્યું હતું ત્યાર બાદ હીરાબેને તેમના આગેવાનો સાથે વાતચીત કરતા આગેવાનોએ પાલીકામાં જઈ તપાસ કરતા માલુમ પડેલ હીરાબેનની નિવૃતિનું વર્ષ ૨૦૩૦માં પુરૂ થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, પાલીકાના સફાઈ કર્મચારી હાજરી પ્રકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર, આર્થિક વહેવાર ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. તેમજ પગારની તારીખે પણ કામદારોના પગારમાંથી અમુક ટકા હિસ્સો લેવામાં આવે છે આવું લોકોમાં ચર્ચાઇ છે અને હીરાબેન પાસેથી માહિતી મેળવી લાંચ-રૂશ્વત તેમજ આર્થિક લેવડ—દેવડ, સામાજિક શોષણમાં જે જે લોકો સંડોવાયેલા છે તેની સામે યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવે અને પાલીકામાં ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ તેવી માંગ કરી છે




Latest News