મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ


SHARE













મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ

મોરબી પાલિકામાં સફાઈ કર્મચારીના નિવૃત્તિના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરેલ છે અને જે સફાઈ કર્મચારી વર્ષ ૨૦૩૦ માં નિવૃત્ત થનાર છે તેને નિવૃત્ત થયાનું કહીને ભાજપ સમર્થક અને સેનિટેશનના કર્મચારીએ કાંડ કર્યો છે. આ બનાવની તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા કોંગ્રેસ આગેવાન રમેશભાઇ રબારીએ પાલિકાના વહીવટીદારને હાલમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૮/૮/૨૩ ના રોજ સાંજના ૬ વાગ્યે પાલીકાના સફાઈ કર્મચારીના હાજરી સમયે સ્થળ સ્ટેશન રોડ પર મોરબી પાલીકાના કાયમી સફાઈ કર્મચારી હીરાબેન હરીભાઈ પોતે નિવૃત ન થયા હોવા છતાં હાજરી સમયે પાલીકાના સેનીટેશનના કર્મચારી તેમજ ભાજપ સમર્થકે તેને તમે નિવૃત થઈ ગયેલ છો, હવે પછી તમો કામ પર આવતા નહીં અને તમારા તમામ ડોકયુમેન્ટ અમોને આપો અને એક લાખ તમો અમોને આપો તેવુ કહ્યું હતું ત્યાર બાદ હીરાબેને તેમના આગેવાનો સાથે વાતચીત કરતા આગેવાનોએ પાલીકામાં જઈ તપાસ કરતા માલુમ પડેલ હીરાબેનની નિવૃતિનું વર્ષ ૨૦૩૦માં પુરૂ થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, પાલીકાના સફાઈ કર્મચારી હાજરી પ્રકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર, આર્થિક વહેવાર ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. તેમજ પગારની તારીખે પણ કામદારોના પગારમાંથી અમુક ટકા હિસ્સો લેવામાં આવે છે આવું લોકોમાં ચર્ચાઇ છે અને હીરાબેન પાસેથી માહિતી મેળવી લાંચ-રૂશ્વત તેમજ આર્થિક લેવડદેવડ, સામાજિક શોષણમાં જે જે લોકો સંડોવાયેલા છે તેની સામે યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવે અને પાલીકામાં ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ તેવી માંગ કરી છે






Latest News