મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

રાજકોટ: કોચ નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ


SHARE













રાજકોટ: કોચ નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ-૩ નું આગામી તા ૨૩ થી ૩૧ સુધી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રીમિયર લીગમાં પાંચ ટીમ વચ્ચે જંગ ખેલાશે ત્યારે તેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હેડકોચ નિશાંત જાનીની હાલાર હીરોઝની ટીમમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે કોચ જાની એ SPL-3માં ટીમને ભવ્ય જીત અપાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ તકે નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહ અત્યંત એક્ટિવ છે અને આ વરણી માટે નિશાંત જાની એ તેમનો આભાર માન્યો હતો. એટલું જ નહીં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાને પણ કોચ નિશાંત જાનીએ આ તકે યાદ કર્યા હતા અને કાંતિભાઈના સતત માર્ગદર્શનને પણ કોચ નિશાંત જાનીએ મુલવ્યું હતું અને તેમનો આભાર માન્યો હતો






Latest News