મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ પકડાયા, ૧.૬૨ લાખનો મુદામાલ કબજે


SHARE













વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ પકડાયા, ૧.૬૨ લાખનો મુદામાલ કબજે

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ ચેક કરી હતી ત્યારે તેમાંથી ૪૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને ૧.૬૨ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરે છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી વરના કાર નંબર જીજે ૩ સીઇ ૮૬૧૫ પસાર થઈ રહી હતી જેમાં બે શખ્સો બેઠેલા હતા અને પોલીસ દ્વારા તે કારને રોકીને ચેક કરવામાં આવતા કારમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૮૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા બંને શખ્સો પાસેથી ૪૦૦૦ ની કિંમતના બે મોબાઈલ અને દોઢ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧.૬૨ લાખના મુદ્દામાલ સાથે પોલીસે રોહિતભાઈ દાનાભાઈ કાંજિયા જાતે કોળી (૧૯) રહે. વીડી જાંબુડીયા તાલુકો વાંકાનેર તથા વિજયભાઈ જીવાભાઇ સાકળીયા જાતે કોળી (૨૪) રહે. હાલ નવા ઢુવા મૂળ રહે નોલી તાલુકો સાયલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી તોફિકભાઈ સંધિ રહે. મૂળ મોરબી હાલ રહે ઢુવા વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દારૂનો જથ્થો પકડાયો

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા શામજી ઉર્ફે હિતેશના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા તેના ઘરમાંથી ૧૫ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તથા બિયરના છ ટીન મળી આવ્યા હોય પોલીસે કુલ મળીને ૯૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે આરોપી શામજી ઉર્ફે હિતેશ દિનેશભાઈ જાતે કોળી રહે સુંદરગઢ વાળો હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News