મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ભીમસર ઓવરબ્રિજ પાસે ડબલ સવારી બાઇક સ્લીપ થતાં એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE













માળિયા (મી)ના ભીમસર ઓવરબ્રિજ પાસે ડબલ સવારી બાઇક સ્લીપ થતાં એક યુવાનનું મોત, એકને ઇજા

માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ ભીમસર ઓવરબ્રિજ પહેલા ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક ચાલકે પોતાના બાઈકના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈક સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે બાઇક અથડાયુ હતું જેથી કરીને બાઇક ચાલકને કિડની, ફેફસા અને પાંસળીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને તેની સાથે બેઠેલા યુવાનને પગમાં અને માથામાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર લીધા બાદ હાલમાં મૃતક યુવાનની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામે ડારમાં ડાડાના મંદિરની પાછળના ભાગમાં રહેતા ધીરુભાઈ નરસીભાઈ દંતેશરિયા જાતે કોળી (૪૨)એ હાલમાં મરણ જનાર પ્રતાપભાઈ જેરામભાઈ સુડાણી જાતે કોળી (૪૭) રહે ઘૂટું ગામ વાળાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ ભીમસર ઓવરબ્રિજ પહેલા કેજીએન હોટલ પાસેથી પ્રતાપભાઈ સુડાણીના બાઈક નંબર જીજે ૧૩ એએમ ૯૧૭૫ માં બેસીને તે બંને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક સ્લીપ થતા ડિવાઈડર સાથે બાઇક અથડાયું હતું જેથી કરીને પ્રતાપભાઈને કિડની, ફેફસા અને પાંસળીમાં ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું જોકે, ફરિયાદી ધીરુભાઈને પગ અને માથામાં ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને હાલમાં મૃતક યુવાનની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News