મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા ગામે રહેતી મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ મોત નીપજયું


SHARE













ટંકારાના નેસડા ગામે રહેતી મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ મોત નીપજયું

ટંકારાના નેસડા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલાને લેબર પેઇન ઉપાડતા તેને ૧૦૮  મારફતે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને બાળકને જન્મ આપ્યા બાદ તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ગામે જયસુખભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રભાઈ ભામણીયાના પત્ની રેમલબેન (૨૯)ને ગઇકાલે સવારે ૧૦ વાગ્યાના અરસામાં લેબર પેઇન (ડિલિવરીનો દુખાવો) ઉપાડતા ૧૦૮ મારફતે તેને તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે મહિલાનું મોત નિપજ્યું હતું વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મહિલાનો લગ્ન ગાળો ૯ વર્ષનો છે અને તેને સંતાનમાં છ બાળકો છે તેમ હાલમાં જાણવા મળી રહ્યું છે આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને ટંકારા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એએસઆઈ આઈ.ટી. જામ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં પાછળના ભાગે આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા સંજયભાઈ પરમારનો પાંચ વર્ષનો દીકરો જીતરાજ શેરીમાં હતો ત્યારે અજાણ્યા સાઇકલ ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને તે બાળકને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે બાળકને તાત્કાલિક મોરબી શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News