મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે પાનની દુકાનમાંથી દારૂની આઠ બોટલ સાથે એકની ધરપકડ


SHARE













મોરબીના સનાળા રોડે પાનની દુકાનમાંથી દારૂની આઠ બોટલ સાથે એકની ધરપકડ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર જયદીપ ચોક પાસે આવેલ બંસી પાન નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર દુકાનમાંથી આઠ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જયદીપ ચોક પાસે બંસી પાન નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા દુકાનમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દિલીપભાઈ રમેશભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૩૪) રહે. લાયન્સ નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ આર.પી. રાણા ચલાવી રહ્યા છે

વૃદ્ધનું મોત

ટંકારામાં ખડીયાવાસમાં જય અંબે પાનની સામે રહેતા લાભુભાઈ ગાંડુભાઈ વાઘેલા (૬૫) ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દબાણ વધી જતા અને ગભરામણ થવા લાગતાં તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News