મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા વૃદ્ધ સારવારમાં


SHARE













મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા વૃદ્ધ સારવારમાં

મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ટંકારાના વૃદ્ધને ઇજા થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા રામકો બંગલોની પાસે વાહન અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં કાનજીભાઈ પરસોતમભાઈ ઉઘરેજા (ઉંમર ૫૩) રહે. વીરપર તા.ટંકારાને ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં બનાવ સંદર્ભે પોલીસના જણાવ્યા પ્રમાણે કાર ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી.જે બનાવમાં ઉપરોક્ત અકસ્માત બનાવ બન્યો હતો અને તેમાં કાનજીભાઈ ઉઘરેજાને ઇજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.

ટ્રક પલ્ટી જતા ઇજા

મોરબીના હળવદ નજીક વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ટ્રક પલ્ટી મારી જતા કચ્છના મુન્દ્રા ખાતે રહેતા રણજીતસિંહ તેરસિંહ નામના ૨૪ વર્ષના યુવાનને ઇજા થતા અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હળવદ નજીક ટ્રકની આડે ઓચિંતી ગાય આવી જતા ગાયને બચાવવા જતા સમયે ટ્રક પલ્ટી મારી ગયો હતો અને તે બનાવમાં રણજીતસિંહને ઈજા થતા મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હોય બનાવને પગલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા બનાવની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.તેમ એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ડેરી પાસે મોડી રાતના મારામારીનો બનાવ બન્યો હતો તે બનાવમાં જીતુભાઈ સુરેશભાઈ ઓડ (ઉમર ૨૦) રહે.શાલીગ્રામ એપાર્ટમેન્ટ રવાપર રોડ વાળાને ઇજા થતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મારામારીનો બનાવ કયા કારણોસર બન્યો હતો..? તે દિશામાં પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News