મોરબી નજીક સિરામિક કારખાનામાં ઓટલા ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના 8 સિરામિક ઉદ્યોગકારો સાથે કરવામાં આવેલ 1.62 કરોડની ઠગાઇના ગુનામાં વધુ એક આરોપી પકડાયો તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના  મોડપર ગામે નજીવી વાતમાં યુવાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જાંબુડીયા નજીક કારખાનાના માટી ખાતામાં લોડરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદમાં બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી મહાદેવને પ્રાર્થના સાથે મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ


SHARE







મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી મહાદેવને પ્રાર્થના સાથે મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૭૦૦ વર્ષ પૂર્વે અહીં જડેશ્વર મહાદેવની સ્વયંભૂ સ્થાપના થઈ છે.ત્યારે વર્ષોથી અહીં આ લોકમેળો યોજાય છે.જડેશ્વર મહાદેવના મંદિરે લાખો દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. વધુમાં મંત્રી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પંથકમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે. ત્યારે જડેશ્વર દાદાના શરણે એવી પ્રાર્થના કરું છું કે, સમયસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર પંથકમાં જરૂરિયાત અનુસાર વરસાદ થાય.વધુમાં દેશની શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે આપણને સૌને શક્તિને બુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરું છું.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે અને દેશની સંસ્કૃતિ તેમજ ધરોહરને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે.ત્યારે આપણે સૌ પણ આ કાર્યમાં યથાયોગ્ય સહકાર આપીએ.આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ જડેશ્વર મંદિર ખાતે "મન કી બાત" નો કાર્યક્રમ નિહાળ્યો હતો.આ પ્રસંગે મંત્રી સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ અને જીતેન્દ્રજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ.શેરશિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, કોઠારિયા ગામના સરપંચ કિશોરસિંહ ઝાલા સહિત આજુબાજુ ગામના સરપંચ અને નાગરિકો તેમજ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રવણ મહિનામાં શિવા ભક્તો દ્વારા શિવાજીનું દુધાભીષેક, બીલીપત્ર, પુષ્પ, અબીલ ગુલાલથી પૂજન આર્ચન કરવામાં આવતું હોય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળા યોજવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ મેળો મોરબી જીલ્લામાં આવેલ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે આવી જ રીતે આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ ત્યારે સારા વરસાદ અને મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.

શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો કહેવામાં આવે છે અને શિવભક્તો આ મહિનામાં શિવ માય બની જાય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ ભારતમાં સૌ પ્રથમ લોકમેળો મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં સજનપર ગામથી આશરે ૩ કિમિ દૂર આવેલા જડેશ્વર મહાદેવ મંદિર કે જે રત્ન ટેકરી ઉપર સ્વયંભૂ પ્રગટ થયા છે.તેના સાનિધ્યમાં યોજાઈ છે આ મેળાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે જેનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને કેસરીદેવસિંહ ઝાલા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી સહિતના હાજર રહ્યા હતા રહેવાના છે અને આ મેળો રવિવાર અને સોમવાર બે દિવસ માટે યોજાય છે ત્યારે મહંત રતિલાલજી રવિશંકર ત્રિવેદી અને લઘુમહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના ત્રીભેટ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજા કરવા માટે શ્રાવણ મહિનામાં લોકો ઉમટી પડે છે અને ત્યારે ત્યાં યોજાતા બે દિવસીય મેળાનો પણ લાભ લેતા હોય છે વધુમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે જડેશ્વર મહાદેવને સારા વરસાદ અને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.






Latest News