મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનને આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું


SHARE













મોરબી જીલ્લામાં કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનને આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે. કોઈ પેઢીના માલીક/ખેડુતનું નામ સરનામું તથા ધંધાની વિગત, માલિકના મોબાઈલ નંબર તથા ધંધાના સ્થળના ટેલીફોન નં., કામે રાખેલ કર્મચારી, કારીગર/શ્રમિક/ભાગીયાનું પુરુનામ, ઓળખ ચિન્હ, હાલનું સરનામુ તથા મોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નં, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં./ટેલીફોન નં., કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નં./ટેલીફોન નં., બે થી ત્રણ સગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા(તેમના વતન સહિતના) તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે.

આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. તેવી જ રીતે ખેત શ્રમીક/ભાગીયા તથા ઘરઘાટી અંગેની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં દિન-૧૫ માં આપવાની રહેશે. જેમાં ઘરઘાટી કે ચોકીદાર તરીકે કામ કરનાર શ્રમીક/ચોકીદારનું નામ તથા રહેણાકનું સરનામું, જેને કામે રાખનાર માલીકનું નામ તથા સરનામું તથા મો.નં., કામે રાખ્યાની તારીખ, કામે રહેનાર ઘરઘાટી કે ચોકીદારનું ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, કામે રહેનાર ઘરઘાટી કે ચોકીદાર મુળ ક્યાના રહેવાસી છે તે વતનના પુરા સરનામાં તથા વતનની બે વ્યકિતના નામ, સરનામા તથા ફોન નંબર, ઘરઘાટી કે ચોકીદારની ઓળખાણ આપતા હોય તેવા બે વ્યક્તિઓ નામ સરનામું/ફોન નંબર સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે. આ ઉપરાંત  મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક ઓપન કરી કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ અન્ય જગ્યાએ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, લીંક એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૧૧/૧૧/૨૦૨૩ સુધી કરવાનો રહેશે.

જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક
 
મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબીની જગ્યા ભરવાની થતી હોઇ આ અંગે રસ ધરાવતા નાગરિકોને જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ કચેરી, રચના સોસાયટી, બ્લોક નં.૨૨/એ, શોભેશ્વર રોડ, મોરબીના સરનામે તા.૨૫/૯/૨૦૨૩ સુધીમાં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર પૂરાવા સાથે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી મેળવવા હોમગાર્ડઝની વેબસાઇટ homeguards.gujarat.gov.in નો સંપર્ક કરવા ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક મુ.મ.અને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબી પી.એ.ઝાલાની યાદીમાં જણાવાયું છે.






Latest News