ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. વીજ લાઇનના વાંધા રજૂઆત સાંભળવાનું હાલ મોકુફ


SHARE







હળવદમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. વીજ લાઇનના વાંધા રજૂઆત સાંભળવાનું હાલ મોકુફ

હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની તા.૨૦/૦૯/૨૦૨૩ એ રાખેલ વાંધા રજૂઆત અનિવાર્ય કારણોસર મોકુફ રખાઈ છે

ભારત સરકારના જાહેર સાહસ પાવર ગ્રીડ દ્વારા ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇન હળવદ તાલુકાના ધુળકોટ, મયુરનગર, ચાડધ્રા, રાયસંગપર, જુના અમરાપર, નવા ઘનશ્યામગઢ, નવા અમરાપર, ઇશનપુર, વેગડવાવ, મંગળપુર ગામના ખેડુતોના ખેતરમાંથી પસાર થનાર હોઈ, ઉપરોક્ત ગામના ખાતેદારશ્રીઓ તરફથી વાંધા રજૂઆત સાભળવા માટે હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા તા.૨૦/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, મામલતદાર કચેરી, હળવદ ખાતે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવેલ પરંતુ અનિવાર્ય કારણોસર તા.૨૦/૦૯/૨૦૨૩ ની મુદત મોકુફ રાખવામાં આવેલ છે. આગામી મુદ્દતની જાણ ટૂંક સમયમાં તમામ સંબંધિત ખેડૂત ખાતેદારશ્રીઓને કરવામાં આવશે તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હર્ષદિપ કે. આચાર્યની યાદીમાં જણાવાયું છે.




Latest News