ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ


SHARE







માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ

માળીયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામે વર્ષ ૨૦૨૨ માં જાન્યુઆરી માહિનામાં યુવાનની અજાણ્યા શખ્સે હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે એમપીના શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલ ધ્યાને રાખીને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામે રહેતા રોહિત જીવાભાઈ સુરેલા (૨૭) નામના યુવાનની વાડામા હત્યા કરવામાં આવી હતી ત્યારે યુવાનને  તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા ઝીકવામાં આવ્યા હતા આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે એમપીના રહેવાસી આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકની ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબીમાં બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા ૧૨  મૌખિક અને ૩૨ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલોને ધ્યાને રાખીને આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકને આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ કર્યો છે અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે




Latest News