ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન


SHARE







મોરબી સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સાગર સ્વચ્છતા દિવસ અંતર્ગત તા ૧૬ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. મહાસાગરો અને દરિયા કિનારા પરના કચરાના સંચય અને તેની નકારાત્મક અસરો વિશે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે આંતરરાષ્ટ્રીય સાગર તટીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. જેમાં વર્ષામેડી, બોડકી અને સોલંકીનગરમાં ગ્રામજનો અને કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે. ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ કલાકે ત્રણેય ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. તેવું જણાવ્યુ છે




Latest News