મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતમાં અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી: ચંદુભાઈ શિહોરા


SHARE







મોરબી જીલ્લા પંચાયતમાં અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી: ચંદુભાઈ શિહોરા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે છેલ્લા અઢી વર્ષથી મોરબી જિલ્લાના લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે કામ કરનારા ચંદુભાઈ શિહોરાની ટર્મ સોમવારે પૂરી થવાની છે ત્યારે છેલ્લા અઢી વર્ષમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા દીધો પણ નથી અને પારદર્શક વહીવટ કરેલ છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના આજે પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતમાં  છેલ્લો દિવસ છે ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, અઢી વર્ષ પહેલા જ્યારે પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી ત્યારે મેં નક્કી કર્યું હતું કે “મારા અઢી વર્ષના શાસનમાં મને કે મારી પાર્ટીને કયારેય પણ દાગ ન લાગે અને હંમેશા લોકોના હિતમાં જ કામ કરિશે” જેને ધ્યાનમાં રાખીને અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા દીધો પણ નથી આટલું જ નહીં પારદર્શક વહીવટ કરી જિલ્લા પંચાયત ચલાવી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લા પંચાયત તરફથી ગાડી મળે છે જો કે, તેમાં ડીઝલ મારા ઘરના પૈસે પુરાવિને મે કામ કર્યું છે તેમજ માનદવેતન પણ અઢી વર્ષમાં લીધું નથી. છેલ્લા અઢી વર્ષમાં જિલ્લામાં વિકાસના ૨૨૦૦ લાખથી વધુના કામો કરવામાં આવ્યા છે. અને પ્રધાનમંત્રી સડક યોજનામાં ૨૯૦ કરોડના ખર્ચે વિવિધ રોડના કામો કરવામાં આવ્યા છે અને હજુ ઘણા થઈ પણ રહ્યા છે. ખાસ કરીને તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોવાથી મને ત્રણ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવાનો મોકો મળ્યો હતો જે મારા માટે અવિસ્મરણીય છે




Latest News