મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

ઉત્પાદકો-વેપારીઓ માટે સરળતા: મોરબી સીરામીક મેન્યુફેક્ચરર દ્વારા વેન્ડર એપ્લીકેશન લોન્ચ કરાઇ


SHARE







ઉત્પાદકો-વેપારીઓ માટે સરળતા: મોરબી સીરામીક મેન્યુફેક્ચરર દ્વારા વેન્ડર એપ્લીકેશન લોન્ચ કરાઇ

મોરબીની આસપાસના વિસ્તારમાં ૮૦૦ જેટલા સિરામિકના કારખાનામાં આવેલા છે જેમાં બનતી સિરામિક પ્રોડક્ટને મોરબીથી દેશના દરેક ખૂણામાં તથા વિદેશ મોકલવામાં આવે છે જો કે, અન્ય ઉદ્યોગની જેમ સીરામીક ઉદ્યોગમાં પણ આંતરિક હરીફાઈ હોય શકે પરંતુ દરેક ઉદ્યોગકાર બજારમાં ટકી શકે તેના માટે મોરબી સીરામીક મેન્યુફેક્ચરર દ્વારા તેઓના વેન્ડર માટે એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે જેના થકી સીરામીકના તમામ પ્રકારના સપ્લાયર તેમની પ્રોડકટનુ આસાનીથી માર્કેટિંગ કરી શકશે અને તેમની પ્રોડક્ટની ડીટેઈલ આ એપ્લીકેશનમા પોસ્ટ કરીને સહેલાઇથી તેના ગ્રાહકો સુધી પહોચાડી શકશે તેમજ આ એપ્લીકેશન મારફતે વેપારીઓ સરળતાથી મેન્યુફેક્ચરરનો સંપર્ક કરી શકશે

દરેક ઉદ્યોગના વિકાસ માટે માર્કેટિંગ અતિ મહત્વનો ભાગ છે ત્યારે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર દ્વારા તમામ વ્યવસાયિક જરૂરિયાતો એક જ જગ્યાએ સંતોષાય તેના માટે થઈને હાલમાં એક વેન્ડર એપ્લિકેશન બનાવવામાં આવી છે જેમાં વેન્ડર એપના સભ્ય બનીને મોરબી સિરામિક મેન્યુફેકચર્સ એસોસિએશન પેનલમાં સામેલ થઈ શકશે અને અત્રે ઉલેખનીય છે કે, મોરબી વિશ્વભરમાં ટાઇલ્સ માટે બીજા નંબરનુ સૌથી મોટું માર્કેટ છે અહી વિવિધ પ્રકારની ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાં વૉલ ટાઇલ્સ, વિટ્રીફાઇડ ટાઇલ્સ, પોલીસ ગ્લેઝ્ડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિઝાઈનીંગ ટાઇલ્સ અને સેનિટરી વેરનો સમાવેશ થાય છે અને મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ૮૦૦ થી વધુ સિરામિક કારખાનાના ઉત્પાદક આ વેન્ડર એપ્લીકેશનના સભ્યો છે જેથી કરીને સિરામિક ઉદ્યોગને લગતી તમામ માહિતી અને અપડેટ તેના ઉપરથી એક ક્લિક સાથે દુનિયાના કોઈપણ ખૂણેથી મેળવી શકાશે તેવું મોરબી સિરામિક એસો.ના પ્રમુખોને માહિતી આપતા જણાવ્યુ છે




Latest News