મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી
Breaking news
Morbi Today

મોરબીના નાગલપર પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો


SHARE













મોરબીના નાગલપર પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો

મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાયા વેણમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં ખારા તરીકે ઓળખાતા વેણમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને કિશોરભાઈ હીરાભાઈ રૂદાતલા જાતે કોળી (૪૪) રહે. અમરાપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ હથિયાર તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે અને આ કેસની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે






Latest News