મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના પ્રવેશ દ્રાર સમા ભક્તિનગર સર્કલે જ રોડ ઉપર મોટા ગાબડા, શહેરવાસીઓને નક્કર કામગીરીની અપેક્ષા


SHARE









મોરબીના પ્રવેશ દ્રાર સમા ભક્તિનગર સર્કલે જ રોડ ઉપર મોટા ગાબડા, શહેરવાસીઓને નક્કર કામગીરીની અપેક્ષા

રાજકોટ તરફથી મોરબીમાં પ્રવેશવાના પ્રવેશદ્વાર સમાન શનાળા ગામથી આગળ ઓવરબ્રીજ નીચેના ભાગે સર્વિસ રોડ ઉપર ભારે મોટા ગાબડા જોવા મળે છે અને જેને લઈને શબેરની અંદરના રસ્તાઓ કેવા હશે તે બહારથી આવતા જતા લોકો ચોક્કસપણે સમજી જાય તેમ છે.માટે ખોટી ગુલબાંગો ફેંકવાના બદલે નક્કર કામગીરી કરવામાં આવે અને આવા ખરાબ રસ્તાના લીધે કોઈનો જીવ જાય તે પૂર્વે નક્કર કામગીરી કરી રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

અહીંના સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકાને લેખીત રજૂઆત કરીને જણાવેલ છે કે, શનાળા બાયપાસ પાસે સીટી મોલ નજીકના રોડની એક બાજુના ભાગમાં ભારે મોટા ખાડા જોવા મળે છે જેથી અકસ્માતનો સતત ભય રહે છે.વળી અહીં બાયપાસ ખાતે લાયન્સનગર, ગોકુલનગર, ફિદાઈ પાર્ક, જાગાની વાડી સહિત અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે.જેથી લોકોએ નાછુટકે રોંગ સાઈડમાં ચાલવું પડે છે.ખાડાઓના કારણે નાના વાહન ચાલકો ઉપર સતત ભય જંબુળાતો રહે છે અને અકસ્માત બને તો નાના વાહન ચાલકો ભોગ બને તેમ હોય સંલગ્ન તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી અબ્દુલભાઇએ માંગ કરેલ છે.




Latest News